મોરબી નવયુગ સ્કૂલનો વિદ્યાર્થી JEEના પરિણામમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ

- text


 

મોરબી : તાજેતરમાં JEE MAINનું પરિણામ જાહેર થયું જેમાં નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવતા ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

ગત તારીખ 11 જુલાઈના રોજ JEE MAINનું પરિણામ જાહેર થયું. તેમાં નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી બરાસરા સ્મિત મહેશભાઈએ 98.40 પીઆર મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવયુગ સાયન્સ સ્કુલે ગ્રુપ એના વિદ્યાર્થીઓ માટેની મહત્વની ગણાતી JEE MAIN પરીક્ષામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જે બદલ સંસ્થાના સુપ્રીમો પી.ડી.કાંજિયા તથા નવયુગ સ્કુલ પરિવારએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text