MCX : વાયદા બજાર પર સોનામાં રૂ.446 અને ચાંદીમાં રૂ.1,041નો ઘટાડો

- text


 

કોટનનો વાયદો ગાંસડી દીઠ રૂ.140 તૂટ્યોઃ ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.178ની નરમાઈઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.10727 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13565 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.48 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,70,517 સોદાઓમાં કુલ રૂ.24,340.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10726.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13565.13 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 93,586 સોદાઓમાં કુલ રૂ.5,627.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,725ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,729 અને નીચામાં રૂ.50,275ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.446 ઘટી રૂ.50,356ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.266 ઘટી રૂ.40,475 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.36 ઘટી રૂ.5,031ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,750ના ભાવે ખૂલી, રૂ.400 ઘટી રૂ.50,449ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,988 અને નીચામાં રૂ.55,960ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1041 ઘટી રૂ.56,086ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.938 ઘટી રૂ.56,617 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.938 ઘટી રૂ.56,636 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,924 સોદાઓમાં રૂ.2,131.47 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.55 ઘટી રૂ.205.65 અને જસત જુલાઈ વાયદો રૂ.3.20 ઘટી રૂ.267ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.7.75 ઘટી રૂ.624.10 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.65 ઘટી રૂ.173ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 33,116 સોદાઓમાં કુલ રૂ.2,928.95 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,738 અને નીચામાં રૂ.7,457ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.178 ઘટી રૂ.7,494 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.80 વધી રૂ.542 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 628 સોદાઓમાં રૂ.38.56 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.41,940ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.42,250 અને નીચામાં રૂ.41,840ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 ઘટી રૂ.42,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17.10 વધી રૂ.1015.90 થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,723.79 કરોડનાં 5,391.275 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,903.78 કરોડનાં 511.700 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,433.37 કરોડનાં 19,04,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,496 કરોડનાં 27973750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.18.96 કરોડનાં 4525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.19.60 કરોડનાં 191.88 ટનના વેપાર થયા હતા.ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,603.594 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,164.463 ટન, ક્રૂડ તેલમાં 702000 બેરલ અને નેચરલ ગેસમાં 7736250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 40025 ગાંસડી, મેન્થા તેલમાં 618.48 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.48.43 કરોડનાં 691 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,089ના સ્તરે ખૂલી, 145 પોઈન્ટ ઘટી 13,977ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13,565.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.570.59 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.55.09 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,459.26 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,477.84 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.212.55 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.7,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.141.10 ખૂલી, ઊપરમાં રૂ.168.10 અને નીચામાં રૂ.57.40 રહી, અંતે રૂ.72.80 ઘટી રૂ.65.80 થયો હતો. જ્યારે સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.350 ખૂલી, ઊપરમાં રૂ.350 અને નીચામાં રૂ.242 રહી, અંતે રૂ.112.50 ઘટી રૂ.262 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.28.20 ખૂલી, ઊપરમાં રૂ.36.80 અને નીચામાં રૂ.27.35 રહી, અંતે રૂ.4.85 વધી રૂ.34.95 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.828 ખૂલી, ઊપરમાં રૂ.845.50 અને નીચામાં રૂ.700 રહી, અંતે રૂ.156.50 ઘટી રૂ.709 થયો હતો.

સોનું-મિની જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.374 ખૂલી, ઊપરમાં રૂ.400 અને નીચામાં રૂ.271 રહી, અંતે રૂ.113 ઘટી રૂ.286 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.43 ખૂલી, ઊપરમાં રૂ.173 અને નીચામાં રૂ.43 રહી, અંતે રૂ.62.20 વધી રૂ.150.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂ દીઠ રૂ.23.50 ખૂલી, ઊપરમાં રૂ.25 અને નીચામાં રૂ.19.25 રહી, અંતે રૂ.1.70 ઘટી રૂ.20.55 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.231 ખૂલી, ઊપરમાં રૂ.368 અને નીચામાં રૂ.223.50 રહી, અંતે રૂ.138 વધી રૂ.356 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,406 ખૂલી, ઊપરમાં રૂ.1,904.50 અને નીચામાં રૂ.1,404.50 રહી, અંતે રૂ.372.50 વધી રૂ.1,844 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.212.50 ખૂલી, ઊપરમાં રૂ.300.50 અને નીચામાં રૂ.212.50 રહી, અંતે રૂ.78 વધી રૂ.285.50 થયો હતો.

 

- text