કોરોના અપડેટ : નવા 11 કેસ નોંધાયા, 13 દર્દી થયા રિકવર

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં થોડા દિવસ ઘટાડા બાદ હવે ફરી વધારો નોંધાયો છે. જિલ્લામાં આજે 11 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 45 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 832 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 3 અને મોરબી ગ્રામ્યમાં 6, વાંકાનેર શહેરમાં 2 મળી કુલ 11 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 12 અને માળિયાના 1 દર્દી મળી કુલ 13 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 45 થઈ ગયા છે.

 

- text