મોરબી નજીક સર્વિસ રોડના પાણી ભરેલા ખાડામાં ટ્રક ફસાયો

- text


કંડલા બાયપાસ ઉપરનો નેશનલ હાઇવેના સર્વિસ રોડ ભંગારમાં ફેરવાયો

મોરબી :મોરબી પંથકમાં સતત વરસાદને ઘણા ખરા માર્ગોની પથારી ફરી ગઈ છે. ઠેરઠેર માર્ગો ઉપર ખાડા પડી ગયા છે. એમાં નેશનલ હાઇવે પણ બાકાત રહ્યો નથી. કંડલા બાયપાસ ઉપરનો નેશનલ હાઇવેના સર્વિસ રોડ ભંગારમાં ફેરવાયો છે આથી અહીં ભરેલા પાણીમાં ટ્રક બુરી રીતે ફસાયો હતો.

મોરબી નેશનલ હાઈવે કે જે મોરબી કંડલા બાયપાસ અને રાજકોટથી કંડલાને જોડતો રસ્તા ઉપર રાધે ભરડિયા નજીક ઓવરબ્રિજનો સર્વિસ રોડ એકદમ ખખડધજ થઈ ગયો છે. હાલ વરસાદમાં આ સર્વિસ રોડનું ધોવાણ થઈ ગયું છે. ઠેરઠેર ખાડા પડી ગયા છે. ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જેના અહીં પાણી ભરેલા ખાડામાં રેતી ભરેલો ટ્રક ખુંપી ગયો હતો. તેથી થોડીવાર માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

- text

- text