મોરબી સબ જેલમાં મુસ્લિમ કેદી ભાઈઓએ ઈદ ઉલ ફિત્ર નિમિત્તે નમાજ અદા કરી 

- text


મોરબી: આજરોજ ઈદના તહેવાર નિમિત્તે ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઈઓએએ ઈદ ઉલ ફિત્ર નિમિત્તે નમાજ અદા કરીને ખુદાની બંદગી કરી હતી.

આજે ઈદનો પવિત્ર હોય સમસ્ત મીયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાનાઓ દ્વારા મોરબી સબ જેલમાં ઉજવણી કરાઈ હતી. આ તકે જેલમાં રહેલા મુસ્લિમ ભાઈઓએએ ઈદ ઉલ ફિત્ર નમાજ અદા કરી ખુદાની બંદગી કરી હતી. આ પર્વ દરમિયાન મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ. પટણી તથા સલામતી જેલર પી.એમ. ચાવડા સાથે જેલ સ્ટાફે પણ પૂરતો સાથ સહકાર આપ્યો હતો.

- text

- text