મોરબીના મોડપર ગામે 38 બોટલ દારૂ ઝડપાયો : આરોપી ફરાર

- text


મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામે પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 14,250ની કિંમતનો 38 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોડપર ગામે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા ઝાલાના રહેણાંક મકનામાં દરોડો પાડી 14,250ની કિંમતની વિદેશી દારૂની 38 બોટલ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

- text