કોરોના અપડેટ : આજે નવા 9 કેસ નોંધાયા

- text


 

 

7 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 59એ પહોંચ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 9 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 7 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 59એ પહોંચી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 861 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 4 અને ગ્રામ્યના 4 તથા વાંકાનેર શહેરમાં 1 મળી કુલ 9 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 7 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59 થઈ છે.

 

- text