રેસિપી અપડેટ : સવારના નાસ્તામાં બનાવો ઓટ્સ ચિલાઃ ખાવાની પણ મજા આવશે અને વજનને પણ કંટ્રોલમાં રાખશે

- text


હાલના સમયમાં વધતો વજન ઘણા લોકો માટે માથાનો દુઃખાવો બની ગયું છે. વધી રહેલા વજનને ઘટાડવા માટે અથવા કંટ્રોલમાં રાખવા માટે લોકો ઓછું જમતાં હોય છે અથવા ભોજનનો ત્યાગ કરતાં હોય છે. ઘણા લોકો ડાયેટિંગ પણ કરતાં હોય છે. પરંતુ જો તમે સવારના નાસ્તામાં ઓટ્સ ચિલા ખાશો તો ભુખ્યું પણ નહીં રહેવું પડે અને વજન પણ કંટ્રોલમાં રહેશે. હેલ્ધી રહેવા માટે સવારનો નાસ્તો તમે શું કરો છો એ ખૂબ મહત્વનું છે. સવારના નાસ્તો તમારું વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આજે અમે તમારી માટે એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ. તો આજે જ ઘરે તમે પણ ટ્રાય કરો ઓટ્સ ચિલા..


સામગ્રીઃ

2 ચમચી બેસન, 2 કપ ઓટ્સ, 2 ચમચી તેલ, 2 ઝીણા સમારેલા લીલા મરચા, 2 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલા શિમલા મિર્ચ, ગાજર, ટામેટા, જીરું, આદુનો નાનો ટુકડો, હળદર, લાલ મરચું, ઝીણી સમારેલી કોથમીર, મીઠું, લીલી ચટણી, રેડ સોસ..

- text


બનાવવાની રીતઃ

• પનીર ચિલ્લા બનાવવા માટે સૌ પ્રથમ ઓટ્સને પીસી લો. ઓટ્સને પીસવા માટે તમે મિક્સરનો ઉપયોગ કરી શકો છો.
• હવે પીસેલા ઓટ્સને એક વાસણમાં લઇ લ.
• પછી પીસેલા ઓટ્સમાં હળદર, બેસન, મીઠું, જીરું, લાલ મરચુ અને બીજા મસાલા એડ કરો.
• હવે એમાં છીણેલું આદું, ડુંગળી, ગાજર, ટામેટા, શિમલા મિર્ચ અને કોથમીર નાંખીને ચિલ્લા માટેની પેસ્ટ તૈયાર કરી લો.
• આ પેસ્ટને ઓટ્સમાં મિક્સ કરી લો.
• હવે એક પેન લો અને એને ગરમ કરવા મુકો.
• પેન ગરમ થઇ જાય એટલે એમાં અડધી ચમચી તેલ નાંખો અને પછી ખીરું પાથરું. .
• હવે ઓટ્સ ચિલા એક બાજુથી બ્રાઉન રંગના થઇ જાય એટલે બીજી બાજુ ફેરવી લો અને પછી બ્રાઉન રંગના થવા દો.
• આ ચિલા તમારે મીડિયમ ગેસે કરવાના રહેશે.
• તો તૈયાર છે ઓટ્સ ચિલા.
• આ ચિલા તમે લીલી ચટણી અને રેડ સોસ સાથે ખાઓ છો તો બહુ જ મજા આવે છે.
• આ ચિલા દરેક લોકોએ સવારમાં બ્રેકફાસ્ટમાં ખાવા જોઇએ. આ ચિલા તમે બાળકોને પણ ખવડાવો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તમે વજનને કંટ્રોલમાં કરવા ઇચ્છો છો તો આ ચિલા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ચિલા ચોમાસાની સિઝનમાં ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ ચોમાચાની સિઝનમાં બહાર હિંચકા પર બેસીને ઓટ્સ ચિલાનો આનંદ માણો. તો જલદી નોંધી લો આ રેસિપી તમે પણ…


- text