મોરબીના હજનાળી ગામની શાળામાં બાળસંસદની ચુંટણી યોજાઈ

- text


હજનાળી પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉમંગભેર ઉજવણી કરાઈ

મોરબી : મોરબીના હજનાળી ગામની પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી દરમિયાન એકદમ લોકશાહી પદ્ધતિથી હજનાળી ગામની શાળામાં બાળસંસદની ચુંટણી યોજાઈ હતી.

મોરબીના હજનાળી ગામે આવેલ હજનાળી પ્રાથમિક શાળાનો ગઈકાલે તા. 7/07/2022 ના રોજ સ્થાપના દિવસ હતો.. એટલે કે 7/07/1952મા હજનાળી પ્રાથમિક શાળાનો પાયો નંખાયો હતો. આ પ્રસંગે નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ તકે હજનાળી ગામના સરપંચ મહેશભાઈ પારેજીયા દ્વારા શાળાના તમામ બાળકોને ગુંદી ગાંઠીયાનું બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.તેમજ ઉપસરપંચ રસિકભાઈ પરમાર, ગામના અગ્રણીઓ રમેશભાઈ રૂદાતલા, જગદીશભાઈ પરમાર સહિત ગ્રામજનો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે 2500 જેટલો લોકફાળો શાળામાં આપ્યો હતો.

આ ઉપરાંત શાળાના સ્થાપના દિવસે શાળામાં બાળસંસદની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં મહામંત્રી અને ઉપ મહામંત્રીની ચુંટણી ડિજિટલ ઉપકરણની મદદથી મોબાઈલ EVM દ્વારા ડિજિટલી ચુંટણી યોજવામાં આવી હતી. બાળકોમાં બાળપણથી લોકશાહીના ગુણો વિકસે તે માટે જાહેરનામાથી માંડીને ચુંટણી પરીણામની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલી હાથ ધરવામાં આવી હતી. જેમાં યુનિટ – ૧ ના ધોરણ 1 થી 5 ના મહામંત્રી તરીકે ધંધુકિયા માધવજીભાઈ તથા યુનિટ – 2 ના ધોરણ 6 થી 8 ના મહામંત્રી તરીકે પારેજીયા દિવ્યાબેન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. આ તકે સમગ્ર હજનાળી શાળા પરીવાર તથા આચાર્ય ટુંડિયા ગૌતમભાઈ દ્વારા જહેમત ઉઠાવી સુચારુ આયોજન ગોઠવવામાં આવ્યું હતું.

- text

- text