છેલ્લા 24 કલાકનો વરસાદ : માળીયામાં બે ઈંચ, મોરબીમાં સવા ઈંચ

- text


ટંકારામાં 25 મિમી હળવદમાં 19મીમી, વાંકાનેરમાં 15 મિમી

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી આજે સવાર સુધીમાં મેઘરાજા કટકે કટકે ધીમીધારે વ્હાલ વરસાવ્યું હતું. મોરબી જિલ્લાનો છેલ્લા 24 કલાકનો વરસાદ જોઈએ તો માળીયામાં બે ઈંચ, મોરબીમાં સવા ઈંચ અને ટંકારામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. હળવદમાં 19મીમી, વાંકાનેરમાં 15 મિમી વરસાદ પડ્યો હતો.

- text

મોરબી જિલ્લામાં ગઈકાલ સવારથી જ શરૂ થયેલી મેઘસવારી અજઉં પણ યથાવત રહી છે. આકાશમાં વરસાદ એકરસ થઈ ગયો હોય એમ આજે સવારથી જ ધીમીધારે મેઘકૃપા વરસી રહી છે ગઈકાલે સવારના 6 થી આજે સવારના 6 વાગ્યા એટલે 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો મોરબી જિલ્લામાં ધીમીધારે પણ સર્વિત્રિક મેઘકૃપા થઈ હોવાનું આંકડા કહી રહ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ગઈકાલે સવારના 6 થી આજ સવારના 6 સુધીમાં મોરબી 31 mm, ટંકારા 25 mm, માળીયા 50 mm, વાંકાનેર 15 mm, હળવદ 19 mm વરસાદ પડ્યો છે. તેમજ હાલ સવારના 6થી 10 દરમિયાન ટંકારામાં વધુ 17મિમી અને માળીયામાં 5 મિમી વરસાદ પડ્યો છે. જો કે મોરબીમાં આજે સવારથી સાવ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

- text