દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠી ઉપર માળીયા પોલીસના દરોડા

- text


માળીયાના રાખોડીયા વાંઢ અને ખીરઇ ગામે કાર્યવાહી

માળીયા : માળીયા મિયાણા પોલીસે ગઈકાલે બે અલગ અલગ દરોડાની કાર્યવાહી કરી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લેતા દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

પ્રથમ દરોડામાં માળીયા પોલીસ ટીમે ખીરઇ ગામ પાછળ તળાવના કાઠે બાવળના ઝુંડમાથી

ઈમ્તિયાજભાઇ ઉર્ફે મકબુલ હારૂનભાઇ જેડા, રહે.માળીયા મી મોટી બજાર વાળાની દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ગરમ આથો, ઠંડો આથો, દેશી દારૂ ભરેલ કેન, ભઠ્ઠીના સાધનોમાં એલ્યુમીનીયમનુ બકડીયુ, પાતળી નળી સહિત કુલ 1340નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો.

- text

જ્યારે બીજી કાર્યવાહીમાં માળીયા પોલીસે રાખોડીયા વાંઢ વિસ્તારમા બાવળના ઝુંડમા દરોડો પાડી દિલાવરભાઇ ઉર્ફે દિલો ઇસુબભાઇ જામને ઝડપી લઈ ગરમ આથો, ઠંડો આથો, દેશી દારૂ ભરેલ કેન, એલ્યુમીનીયમ નુ બકડીયુ અને પાતળી નળી સહિત રૂપિયા 740નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text