હળવદના ચરાડવા ગામે 30 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી યુવાનને વિદેશી દારૂની 30 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચરાડવા ગામે દરોડો પાડી આરોપી હિતેશ ઉર્ફે કાલી બાબુભાઇ સોલંકી, રહે.નવા તળાવ આંબેડકરનગર, ચરાડવાના કબ્જામાંથી રોયલ સિલેક્ટ ડિલેક્સ વ્હીસ્કીની 30 પ્લાસ્ટિકની બોટલ કિંમત રૂપિયા 9000 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text