મોરબીમાં રવિવારે વિવિધ જાતના ફૂલછોડ તથા ફળાઉ રોપાનું રાહત દરે વિતરણ

- text


 

મોરબી : આગામી તારીખ 10/7/2022 ને રવિવારે સવારે 8:30 થી બપોરે 1:00 દરમિયાન ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે વિવિધ જાતના ફુલછોડ તથા રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

- text

કેસર કલમી આંબા, કાલીપતિ કલમી ચીકુ, દેશી ઓસડીયા, અળસીયા અને કોકોપીટનું ખાતર, શુદ્ધ મધ, માટીના કુંડા, તાવડી, રસોડામાં ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, શાકભાજીના બિયારણો, પાપડ તથા ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

વિવિધ વસ્તુઓ લેવા આવનાર દરેકે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. વધુ માહિતી માટે વી.ડી.બાલા (94275 63898)નો સંપર્ક કરવાનો રહેશે.

 

- text