કોરોનાના આજે નવા 13 કેસ નોંધાયા : એક્ટિવ કેસની ફિફટી

- text


 

5 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 54એ પહોંચ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 13 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 5 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 54એ પહોંચી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 1066 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 3 અને ગ્રામ્યના 9 અને માળિયા ગ્રામ્યના 1 દર્દી સહિત કુલ 13નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 5 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54 થઈ છે.

- text