રેસિપી અપડેટ : ઘરમાં જ ઉપલબ્ધ તમામ સામગ્રીમાંથી બનાવો હેલ્દી મિક્સ વેજીટેબલ ગાર્લિક સૂપ

- text


હાલનું વરસાદી વાતાવરણ સૌને મનમોહક લાગી રહ્યું છે. ત્યારે વરસાદની આ ઋતુમાં સૂપ પીવું અનેક રીતે ફાયદાકારક છે. ગરમ સૂપ પીવાથી પોષણ મળે છે અને શરીરમાં ગરમી આવે છે. સૂપ પીવાથી શરદી-ખાસીમાં પણ આરામ મળે છે. ખાસ કરીને વરસાદમાં વેજિટેબલ કાચું ખાવાના બદલે સૂપમાં ઉમેરીને પીવું. તેની સાથે શાકભાજીના પૌષ્ટિક તત્વો પણ મળી રહે છે અને તમને ભરપૂર લાભ પણ મળે છે. જો તમે સૂપને વધુ હેલ્ધી બનાવવા માંગો છો તો તેમાં લસણ ઉમેરો. આ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. મિક્સ વેજિટેબલ ગાર્લિક સૂપ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમારે સૂપને થોડું ઘટ્ટ બનાવવું હોય તો તેમાં બારીક પીસેલા ઓટ્સ પણ ઉમેરી શકાય છે.

સૂપમાં લસણ ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે. લસણમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે તમને રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. આ સૂપ તમને વરસાદમાં સંક્રમણ સામે લડવામાં મદદ કરશે. તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.

- text

બનાવવાની રીત : એક પેનમાં ઓઇલ નાખો અને તેમા 2 ચમચી લસણ અને ¼ કપ પ્યાજ નાખો તેને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે ફ્રાય કરો હવે ઓઇલમાં બધા સમારેલા શાકભાજી નાખો તમે તમારી પસંદ મુજબ કોબિજ, ગાજર, બ્રોકલી, બીન્સ, કોર્ન અથવા કોઈ પણ બીજા શાકભાજીઓનો ઉપયોગ કરી શકો છો તમારે અંદાજે 3 કપ પાણી તેમા નાખવાનુ રહેશે. સ્વાદ મુજબ નમક અને પીસેલા કાળા મરી નાખો તમામ વસ્તુને ઢાંકીને મધ્યમ ફ્લેમ પર 2 મિનિટ માટે ચલાવતા પકાવો હવે સૂપને ઘટ્ટ કરવા માટે સૂપમાં થોડા ઓટ્સ અને કોથમિર મિક્સ કરો અંદાજે 1 મિનિટ વધુ પકવો, તો હવે તૈયાર છે ગરમાગરમ હેલ્ધી વેજિટેબલ સૂપ

- text