ગુરુપૂર્ણિમાએ નવા ધમલપર ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાશે

- text


વાંકાનેરઃ તાલુકાના ધમલપર ખાતે ગેલમાતાજીના મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે આગામી તારીખ 13 જુલાઈ ને બુધવારના રોજ ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ અને જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે.

પીર મશાયખ સાર્વજનિક ટ્રસ્ટ અને ગેલ ભવાની માનવ સેવા સમિતિ દ્વારા આગામી તારીખ 13 જુલાઈ ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન ધમલપર ખાતે ગેલ માતાજીના મંદિરે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં વાંકાનેરની પ્રતિષ્ઠિત હોસ્પિટલના જાણીતા ડોક્ટરો ડો. મોહસીન સિપાઈ (એમડી ફિઝીશીયન), ડો. રજનીક વોરા (એમએસ ઓર્થો), ડો. યાસીન ગઢીયા (એમડી પ્રસુતિ અને સ્ત્રીરોગના નિષ્ણાત) અને ડો. રીઝવાનાબેન ગઢીયા (એમડી પ્રસુતિ અને સ્ત્રીરોગના નિષ્ણાત) પોતાની સેવા આપશે.

- text

કેમ્પમાં આવનાર દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવશે. જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે લેબોરેટરી કરી આપવામાં આવશે અને ઈસીજી (હૃદયની પટ્ટી) વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત રક્તદાન કરનાર રક્તદાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં.- 9898756730 પર સંપર્ક કરવા જણાવાયું છે. કાર્યક્રમ સ્થળે બપોરે 12 કલાકે જમણવાર પણ રાખેલ છે.

- text