છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 55મીમી, ટંકારામાં 48મીમી વરસાદ

- text


વાંકાનેરમાં 33મીમી, હળવદમાં 10મીમી અને માળિયામાં ફક્ત પાંચ મીમી વરસાદ નોંધાયો

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે મોરબી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને નથી વરસી રહ્યા, જો કે, ગઈકાલે બપોરબાદ મેઘરાજાએ આછેરી ઝલક બતાવી હેત વરસાવતા સૌથી વધુ મોરબી તાલુકામાં 55મીમી વરસાદ નોંધાયો હતો. જયારે ટંકારામાં 48મીમી, વાંકાનેરમાં 33મીમી, હળવદમાં 10મીમી અને માળિયામાં ફક્ત 5મીમી વરસાદ નોંધાયો હોવાનું મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે.

- text

- text