મોરબીમાં મેહુલ, સાગર અને જપાને 83 બોટલ દારૂ સાથે ઝડપી લેતી એલસીબી

- text


એલસીબીના રણછોડનગરના અમૃતપાર્કમાં દરોડા દરમિયાન ભરતનું નામ ખુલ્યું

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરના અમૃતપાર્કમાં એલસીબીએ દરોડો પાડી મેહુલ, સાગર અને જપા નામના ત્રણ આરોપીઓને વિદેશીદારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા.આ દરોડા દરમિયાન ચોથા આરોપી ભરતનું નામ પણ બહાર આવ્યું હતું.

મોરબી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા અને પોલીસ ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા, યોગીરાજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે એલસીબી ટીમે નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરના અમૃતપાર્કમાં દરોડો પાડી આરોપી મેહુલભાઇ ત્રિભોવનદાસ પુજારા, રહે.રણછોડનગર અમૃતપાર્ક, સાગરભાઇ કાન્તીભાઇ પલાણ, રહે.મોરબીર રણછોડનગર જલારામ પાર્ક અને જલ્પેશભાઇ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખી, રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી વાળને મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ 83 કિમત રૂપિયા 31,125 સાથે ઝડપી લીધા હતા.

- text

વધુમાં પોલીસે દરોડા બાદ ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા વિદેશી દારૂના આ ગોરખધંધામાં ચોથા આરોપી ભરતભાઇ જીવણભાઇ રબારી રહે. મોરબી-૨ રણછોડનગર અમૃતપાર્ક વાળાની સંડોવણી હોવાની ત્રણેય આરોપીઓએ કબૂલાત આપતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text