ટંકારા તાલુકાના નેકનામ ખાતે લોકદરબાર યોજાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનોને ટ્રાફીક નીયમન, સાઇબર ક્રાઇમ ફ્રોડ સતર્કતા, મહીલા સુરક્ષા,વ્યાજખોરો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઇન તેમજ ચોરીના બનાવ બનતા અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ દ્વારા નેકનામગામે ખાતે વીલેજ વિઝીટ અંતર્ગત નેકનામ આઉટ પોસ્ટ ખાતે લોકદરબારનુ આયોજન કરેલ હતું જેમાં આજુબાજુના ગામોના સરપંચ, સ્થાનીક આગેવાનો મળી ૩૦ થી ૩૫ લોકો હાજર રહ્યા હતા. આ તકે પોલીસ વિભાગ દ્વારા ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ કરી લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવેલ હતી.

વધુમાં લોકદરબારમાં આવેલ ગ્રામજનોને પોલીસે ટ્રાફીક નીયમન, સાઇબર ક્રાઇમ ફ્રોડ સતર્કતા, સાઇબર ક્રાઇમ/મહીલા સુરક્ષા, વ્યાજખોરો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઇન તેમજ ચોરીના બનાવ બનતા અટકાવવા માટે બહારના રાજ્યના મજુરોના ડોક્યુમેન્ટ રાખવા તથા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા તથા ટુ -વ્હીલરને પાર્ક કરો ત્યારે હેન્ડલ લોક અવશ્ય મારવા બાબતે અને બહારગામ જતી વખતે ઘરમાં રહેલ રોકડ-દાગીના બેંક લોકરમાં રાખવા બાબતે સુચના આપી લોકદરબારમાં આવેલા પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપેલ હતી.

નેકનામ આઉટ પોસ્ટ ખાતે આયોજિત લોકદરબારમાં મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, ટંકારા પીએસઆઇ બી.ડી. પરમાર,પીએસઆઇ એ.વી. ગોંડલીયા,પોલીસ હેડ કોન્સટેબલ ઇમ્તીયાજભાઇ તાજભાઇ તથા પો.કોન્સટેબલ અનીલભાઇ પરમાર સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

- text

- text