ભારે કરી ! ઋત્વિકભાઈના કારખાનામાંથી તસ્કરો મેંદો ચોરી ગયા

- text


વાવડી નજીક આવેલ સંકેત ફૂડ પ્રોડક્ટ કારખાનામાંથી ચોરટા રૂપિયા 1.18 લાખનો 85 ગુણી મેંદો લઈ જતા ફરિયાદ

મોરબી : મોરબી જિલ્લામાં હરેડા થયેલા તસ્કરો કોઈ પણ વસ્તુ ચોરી જાય છે ત્યારે બે દિવસ પૂર્વે મોરબીના નાની વાવડી ગામે ફૂડ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીમાંથી તસ્કરો રૂપિયા 1.18 લાખથી વધુ કિંમતના મેંદાના 85 કટ્ટા ચોરી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

વિચિત્ર ચોરીના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બેલા આમરણ ગામે રહેતા ઋત્વિકભાઈ દિનેશભાઈ બોડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે ગત તા.22ના રોજ રાત્રીના 10થી તા. 23ના સવારે છ વાગ્યા સુધીમાં નાની વાવડી ગામે આવેલ તેઓની માલિકીની સંતોષ ફૂડ પ્રોડકટ નામની ફેક્ટરીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો રૂપિયા 1,18,150ની કિંમતનો 85 ગુણી મેંદાનો જથ્થો ચોરી ગયા હતા.

ચોરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ 380, 454 તેમજ 457 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text