કામ પૂરું કરીને જ જવાનું છે કહી પીજીવીસીએલના લાઈનમેન ઉપર હુમલો

- text


બગસરા ગામના બે શખ્સો વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધાયો

મોરબી : માળીયા તાલુકાના બગસરા ગામે નવું ટીસી ફિટ કરી વીજ લાઈનમાં ફોલ્ટ રીપેરીંગમાં ગયેલ લાઇનમેનને રાત્રીના સમયે કામ પૂરું કરીને જ જવાનું છે તેમ કહી બે શખ્સોએ બિભીત્સ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઝાપટો ચડાવી દેતા બન્ને વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમો મુજબ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ સોનીવાડ વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલ પીપળીયા સબ ડિવિઝનમાં લાઈનમેન તરીકે નોકરી કરતા કલ્પેશભાઇ મનજીભાઇ પાંડવ, મૂળ રહે.લીંમડા તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળા ગત તા.22ના રોજ માળીયા તાલુકાના બગસરા ગામે પોતાના સ્ટાફના માણસો સાથે નવું ટીસી ફિટ કરવા ગયા હતા.

- text

બાદમાં બગસરા ગામની લાઈનમાં ફોલ્ટ હોય તેઓ ફોલ્ટ રીપેર કરીને પરત આવતા તેમની શિફ્ટ પુરી થતા પીજીવીસીએલની અન્ય ટીમ બગસરા પહોંચી ગઈ હોય સામન ભરી પરત જતા હતા ત્યારે બગસરા ગામના સુધીરભાઇ વલ્લભભાઇ કોળી તથા પપ્પુભાઇ જેરામભાઇ કોળી બનાવ સ્થળે આવી ગયા હતા અને કામ પૂરું કરીને જ અહીંથી જવાનું છે તેમ કહેતા લાઈનમેન કલ્પેશભાઈને ગાળો આપતા કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે અમારી બીજી ટીમ આવી ગઈ છે એ કામ કરે જ છે.

જો કે દાદાગીરી આચરી રહેલા બન્ને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ કલ્પેશભાઈ ઉપર જાહેરમાં હુમલો કરી ઢીકા પાટુનો માર મારવાની સાથે ઝાપટો ઝીકી દેતા વીજ કંપનીના અન્ય અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કલ્પેશભાઈને છોડાવી મોરબી સારવારમાં ખસેડયા હતા.

ઘટના અંગે લાઈનમેન કલ્પેશભાઈએ બગસરા ગામના બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૧૮૬,૨૯૪(ખ),૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text