મોરબીમાં બોડીગાર્ડ સહિત ચાર શખ્સો જુગાર રમતા ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાંથી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બોડીગાર્ડ ઉપનામ ધરાવતા શખ્સ સહિત ચાર જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતીપ્લોટ શેરી નંબર 2 અને 3ની વચ્ચે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સિકદરભાઈ ઉર્ફે બોડીગાર્ડ, રહે.લાતી પ્લૉટ શેરી નં.૧૪, ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા, રહે. જોન્સનગર શેરી નં.8, સમીરભાઈ ખમીશાભાઈ કાતીયાર, રહે. શીવ સોસાયટી અને સોયબભાઈ ઓસમાણભાઈ નકુમ રહે. લાતી પ્લૉટ શેરી નં.8 વાળાને તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 4450 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text