મોરબીમાં પ્લાયવુડના કારખાનામાં લોડર હડફેટે શ્રમિક મહિલાનું મૃત્યુ : એક ઘાયલ

- text


રવાપર નદી નજીક આવેલ કારખાનામાં બનેલ બનાવ

મોરબી : મોરબી તાલુકાના રવાપર (નદી) ગામ નજીક આવેલ પ્લાયવુડ ફેકટરીમાં ગઈકાલે વહેલી સવારે લોડર ચાલકે બે મહિલા શ્રમિકને હડફેટે લેતા મધ્યપ્રદેશના વતની મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ રવાપર (નદી) ગામ નજીક આવેલ એકસપર્ટ પાર્ટીકલ બોર્ડ પ્લાયવુડના કારખાનામાં ગઈકાલે વહેલી સવારે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રેહથીયા ગામના રહેવાસી ભુરીબેન દીપકભાઈ પારધી ઉ.22 તેમજ રાધિકાબેન પપ્પુભાઈ કામ કરતા હતા ત્યારે નંબર વગરના ચાઈના લોડરના ચાલક સંતોષભાઈ નામના વ્યક્તિએ પાછળ જોયા વગર રિવર્સમાં ચાઈના લોડર ચલાવી હડફેટે લેતા ભુરીબેનનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ ગંભીર અકસ્માતમાં રાધિકાબેન પપ્પુભાઈ નામના મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મૃતક ભુરીબેનના પતિ દિપકભાઇ માંગીલાલભાઇ પારધીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ચાઈના લોડર ચાલક સંતોષભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ),૩૩૭,૩૩૮ તથા એમ વી એકટ કલમ-૧૭૭ અને ૧૮૪. મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text