માળીયા તાલુકામાં ૧૦૫ કરોડના ખર્ચે ચાર રોડના કામ મંજુર કરાવતાં રાજય મંત્રી

- text


માળીયા (મી.): મોરબી-માળીયા(મી.) વિસ્તારના જુદા જુદા ગામના રસ્તાઓ બાબતે સતત પ્રયાસો કરી રહેલા મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાને માળીયા(મી.) તાલુકાના (૧) વવાણીયાથી બગસરા(ગ્રામ્ય માર્ગ), (૨) જાજાસરથી દેવગઢ(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ) (૩) દેવગઢથી માળીયા(મી.)(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ) અને (૪) જાજાસરથી બગસરા કાર્ટટ્રેક રસ્તાના અંદાજે રૂા.૧૦૫ કરોડના ખર્ચે મંજુર કરાવવામાં સફળતા મળી છે.

- text

આમ, મોરબી માળીયા(મી.) પંથકમાં નોન પ્લાન રસ્તા હોય કે રીસરફેશના રસ્તાના કામો હોય તથા ટુ લાઇન બનાવવાના કે ફોરલાઇન રસ્તાઓ બનાવવાના હોઇ, આવાં રસ્તાઓને સંદર્ભે ક્ષેત્રિય ઇજનેરો પાસેથી માહિતી મેળવીને, વર્તુળ કચેરીથી માંડી સચિવાલય સુધી આવા કામોના સતત ફોલોઅપ કરતાં રહીને સમયમર્યાદામાં આ કામો મંજુર થાય તે માટે બ્રિજેશ મેરજા સતત જહેમત ઉઠાવી રહ્યા છે. આવી જ મહેનતના ભાગરૂપે મંજુર કરાયેલ આ ચાર રસ્તાઓ બદલ રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી પરત્વે આભારની લાગણી બ્રિજેશ મેરજાએ વ્યકત કરી છે.

- text