મોરબી : મહંમદ પયગંબર વિશે ટિપ્પણીના વિરોધમાં દલિત મુસ્લિમ એકતા સમિતિનું કલેકટરને આવેદન

- text


મોરબી : મોરબી શહેર જિલ્લામાં વિવિધ એકતાના પ્રતીક સેવાકાર્ય કરતી સંસ્થા દ્વારા મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કરવા મુદ્દે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે.

- text

આવેદનમાં જણાવ્યું છે કે મુસ્લિમ સમાજના મોહમ્મદ પયગંબર સાહેબ વિશે ટીવી ડિબેટમા ભાજપના નૂપુર શર્માએ અશોભનીય શબ્દનો ઉપયોગ કરી ટિપ્પણી કરતા સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે. જેથી સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી જન્મી છે. જે ધર્મની રાજનીતિમા હિન્દુ-મુસ્લિમ સમાજની એકતામાં દરાર પડે તેવા દ્રશ્યો અખબારોના સમાચાર બની રહ્યું છે. ત્યારે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજમા એકતા, ભાઈચારો જળવાઈ રહે તેવા કાર્યક્રમો સાથે સમગ્ર દેશમા વિકાસલક્ષી કાર્યો કરવા જોઈએ. કોઈપણ પાર્ટીના જિમ્મેદાર વ્યક્તિ ઉઠી અશોભનીય શબ્દનો ઉપયોગ કરી પક્ષની સાથે સાથે હિન્દુ મુસ્લિમ સમાજમાં તનાવ પરિસ્થિતિ ઉભી કરી દેશના પ્રગતિશીલ વિકાસકાર્યને વેગ આપવાને બદલે ધર્મની રાજનીતિ દૂર કરી હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ. આવેદન આપતી વેળાએ ટુંડિયા, આરીફભાઈ બ્લોચ, મુસાભાઇ ચંનાણી, ઈદ્રીશ બ્લોચ, ફારૂક શાહમદાર, ઈકબાલ ચાનીયા, શકીલ શેખ, રીયાજ અન્સારી, દિપકભાઈ સોલંકી, ડુંગરભાઇ ટુંડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text