માળીયા (મી.)ના ભાવપર ગામે સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ 

- text


કૃભકોનો સહકારી પરિસદ કાર્યક્રમ યોજાયો

માળીયા (મી.): માળીયા (મી.) તાલુકાના ભાવપર ગામે આજરોજ તારીખ 13 ના રોજ ભાવપર સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા તથા કૃભકોનો સહકારી પરિસદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મગનભાઈ વડાવિયા (ડાયરેક્ટર કૃભકો તથા ડાયરેક્ટર ગુજકોમાસોલ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અતિથિ વિશેષ મનહરભાઈ બાવરવા (પ્રમુખ, માળીયા તાલુકા સ. સંઘ લી.) તથા કે.વી.કે. મોરબીથી સરડવા સાહેબ તથા જીવાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માળીયા (મી.) તાલુકાની જુદી જુદી સહકારી મંડળીના સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.

મગનભાઈ વડાવીયા દ્વારા ઉપસ્થિત ખેડૂતોને સેન્દ્રીય ખાતર તથા જૈવિક ખાતરો વાપરવા અપીલ કરાઈ હતી અને જૈવિક ખેતી કરવા માટેનું આહવાન કર્યું હતું.કૃભકોમાંથી આવેલા સોરઠીયા દ્વારા કૃભકો તથા કૃભકોના ઉત્કૃષ્ટ ઉત્પાદનો જૈવિક ખાતરો, સેન્દ્રીય ખાતરો કૃભકો કપાસ બિયારણ વિશેની માહિતી આપવામાં આવી હતી.

- text

મનહરભાઈ બાવરવા દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને મંડળી દ્વારા કરવામાં આવતા કામો તથા સહકારી માળખા વિશેની વાત કરાઈ હતી. તથા કે.વી.કે.માંથી પધારેલ સરડવા સાહેબ દ્વારા કપાસના પાકની માવજત તથા રોગ જીવાત માટેના સંકલીત ઉપાયો માટેની માહિતી અપાઈ હતી.

- text