માળીયાના જુના ઘાટીલા ગામે કેનાલ કાંઠેથી ઓઇલ એન્જીન ચોરાયું

- text


ખેડૂતે રિક્ષામાં ઓઇલ એન્જીન ચોરી જનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા

માળીયા : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલના કાંઠે સિંચાઈ માટે રાખેલ ઓઇલ એન્જીન ત્રણ ઈસમો ચોરી જતા ખેડૂતે નોંધાવેલ ફરિયાદને આધારે ત્રણેય ચોર ઇસમોને પોલીસે ઝડપી પાડયા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા રાજેશભાઇ મગનભાઇ ચારોલાએ નર્મદા કેનાલમાંથી પાણી ઉપાડવા કેનાલ કાંઠે રૂપિયા 10 હજારની કિંમતનું ઓઇલ એન્જીન રાખ્યું હોય આરોપી અલારખ્ખા અબ્દુલભાઇ લધાણી, તાહિદ રસુલ પારેડી, અને રફીક સલીમભાઇ વીરા રહે.નવા અંજીયાસર નામના શખ્સો સીએનજી રિક્ષા નં-જીજે-૦૧-ટીએફ-૦૮૧૩ વાળીમાં ચોરી કરી લઇ ગયા હોય પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

ઓઇલ એન્જીન ચોરીની આ ઘટના અંગે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text