હળવદમાં ચોરી-લુંટના બનાવો મામલે રાજ્યના ગૃહમંત્રીને રજુઆત

- text


બનાવો અંગે યોગ્ય તપાસ કરવા પ્રદેશ કારોબારી કિસાન મોરચાના સભ્યએ ગૃહમંત્રીને રજુઆત કરી

હળવદ : હળવદ તાલુકામાં દિન-પ્રતિદિન ચોરી-લુંટના બનાવો વધતા જાય છે.તીક્ષ્ણ હથિયાર સાથે રાખી ચોરી-લૂંટના બનાવ બનતા આ અંગે પ્રદેશ કારોબારી કિસાન મોરચાના સભ્યએ રાજ્યના ગૃહમંત્રીને રજુઆત કરી કડક હાથે કામગીરી કરવા માંગ કરી છે.

પ્રદેશ-કારોબારી કિસાન મોરચો-ગુજરાત પ્રદેશના સભ્ય વલ્લભભાઈ એચ.પટેલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરતા જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી હળવદ શહેર તથા તાલુકામાં નાના મોટા અનેક ચોરીના બનાવો બનવા પામેલ છે.એમા પણ છેલ્લા અઠવાડીયાથી ચોર તથા લુંટારૂ ટોળકીઓએ જાણે આતંક મચાવ્યો હોય એમ દિવસના બે થી ત્રણ ચોરી થઈ છે તથા દિવસ દરમ્યાન એક મહીલાને તીક્ષ્ણ હથીયાર બતાવી લુંટ કર્યાનો બનાવ પણ બનેલ છે.

- text

વધુમાં આવા બનાવ ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરાવવા પ્રદેશ-કારોબારી કિસાન મોરચો-ગુજરાત પ્રદેશના સભ્ય વલ્લભભાઈ એચ.પટેલે અંતમાં ગૃહમંત્રીને રજુઆત કરી છે.

- text