હળવદ દુર્ઘટના : ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે ફોન પર વાત કરી વિગતો મેળવી

- text


રાજયમંત્રી મેરજા ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા

હળવદ : હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી છે. સાથે તેઓએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. જ્યારે આ ઘટના સર્જાય ત્યારે ગાંધીનગરમાં સીએમની હાજરીમાં કેબિનેટ બેઠક ચાલી રહી હતી. જેમાં ઘટનાની જાણ થયા મુખ્યમંત્રીએ મોરબીના જિલ્લા કલેકટર સાથે વાત કરી જરૂરી સૂચના આપી હતી. જ્યારે રાજયમંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ કેબિનેટ બેઠકમાં હજાર હોય ત્યાંથી તાત્કાલિક હળવદ આવવા રવાના થઈ ગયા હતા.

- text

હળવદ જીઆઇડીસીમાં દીવાલ ધરાશાયી થતા ત્રીસેક શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી 12 શ્રમિકોને મૃતદેહ મળ્યા છે. આ મામલે જાણ થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. તેઓએ આ ઘટના અંગેની વિગતો મેળવી હતી.

આ અંગે અમિત શાહે ટ્વીટ પણ કર્યું છે કે વહીવટી તંત્ર રાહત પહોંચાડવામાં વ્યસ્ત છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી તેમની સારવાર કરવામાં આવી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.

- text