હળવદ દુર્ઘટના : PM અને CMએ દુઃખની લાગણી વ્યક્ત કરી, મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત

- text


મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી

હળવદ : હળવદ મીઠાના કારખાનામાં કામ કરતા 12 શ્રમિકોના દીવાલ ધસી પડતા મૃત્યુની કરુણ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે અને તમામ હતભાગી મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રીએ 4 – 4 લાખની સહાય જાહેર કરી છે. જ્યારે નરેન્દ્ર મોદીએ 2 લાખની સહાયની જાહેરાત કરી છે.

આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મૃત્યુ નિપજવાની ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.

- text

વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રીએ મૃતકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે. જ્યારે નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી.

- text