બ્રીજેશભાઈ મેરજા અને જયસુખભાઈ પટેલે હળવદ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

- text


મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હળવદ આવે તેવી શક્યતા : 12 શ્રમિકોના મૃત્યુ અને ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતા સુરેન્દ્રનગર ખસેડાયા

હળવદ : હળવદ જીઆઇડીસીમાં નમકના કારખાનામાં દીવાલ ધસી પડતા કારખાનામાં કામ કરતા 12 શ્રમિકના મૃત્યુ નિપજયા છે જ્યારે ત્રણ શ્રમિકો ગંભીર રીતે ધાયલ થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ એક સાથે બાર – બાર શ્રમિકોના મૃત્યુની કરુણ ઘટનાને લઈ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કેબિનેટ બેઠક બાદ હળવદ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. જ્યારે રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા અને મીરબીના ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલે હળવદ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

હળવદ જીઆઈડીસીમાં મીઠાના પેકિંગના કારખાનામાં અચાનક દીવાલ ધસી પડતા અંદાજે 25થી 30 જેટલા મજૂરો દિવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાની ગોઝારી ઘટનામાં રાખી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં દીવાલ નીચે દબાયેલા 12 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અનેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે આ દુર્ઘટના અંગે રાજ્યમંત્રી તથા મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા તેમજ પૂર્વ રાજ્યમંતી જયંતિભાઈ કવાડિયા અને મોરબીના અગ્રણી ઉદ્યોગકાર તથા પાટીદારરત્ન જયસુખભાઈ પટેલે હળવદ ગોઝારી ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમજ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા શ્રમિકોના પરિવારને સાંત્વના આપી હતી.

- text

- text