કાજરડા ગામેથી ગેરકાયદે બંદૂક સાથે શખ્સ ઝડપાયો

- text


 

માળીયા(મી.): મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અન્વયે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન દ્વારા બાતમીના આધારે કાજરડા ગામેથી એક શખ્સને ગેરકાયદે પરવાના વગરની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

- text

કાજરડા ગામની દાતર સીમ જવાના રસ્તે સલીમ ઉસ્માનભાઈ ભટ્ટી ગેરકાયદે પરવાના વગરની એક સિંગલ બેરેલ બંદૂક સાથે જઈ રહ્યો હતો. તે દરમિયાન માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના કર્મીઓએ તેને રોકીને તપાસ કરતા તેની પાસેથી સીંગલ બેરલ બારબોર બંદૂક (કિંમત રૂપિયા 5,000) મળી આવી હતી. બંદૂક સાથે સલીમ ભટ્ટીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text