પોક્સોના આરોપી તથા ભોગ બનનારને ૨૪ કલાકમાં ઝડપી પાડતી હળવદ પોલીસ

- text


 

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ૧૪મી મેના રોજ નોંધાયેલા પોક્સોની કલમ હેઠળનાં ગુનામાં હળવદ પોલીસે ત્વરિત કામગીરી કરીને આરોપી તથા ભોગ બનનારને માત્ર 24 કલાકમાં ઝડપી પાડી અસરકારક કામગીરી કરી છે.

- text

પોકસો હેઠળ નોંધાયેલા આ ગુનાનો આરોપી અરવિંદ રમણભાઈ નાયકા તથા ભોગ બનનાર ચોટીલાના ખેરાણા ગામની વાડીની સીમમાં હોવાની ખાનગી રાહે હકીકત હળવદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને મળી હતી. ત્યારે હળવદ પોલીસે ખેરાણાથી આરોપી અરવિંદ નાયકા તથા ભોગ બનનારને માત્ર ૨૪ કલાકની અંદર ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text