રેસિપી સ્પેશ્યલ : હવેથી આ રીતે બનાવજો ‘મમરાનો ચેવડો’, બાળકોને મજા પડી જશે

- text


મમરાનો ચેવડો તો તમે પણ ઘરે બનાવતા હશો કારણ કે મમરાનો ચેવડો બનાવતા તો હવે બધાને આવડે, પરંતુ અહીં આપેલી કંઇક અલગ રીતથી બનાવશો તો આ મમરાનો ચેવડો ચા અને કોફી સાથે તેમજ એકલો ખાવાની પણ બહુ મજા આવશે. તો હવેથી આ રીતે ઘરે ‘મમરાનો ચેવડો’ બનાવજો તો બાળકો પણ ખાતા જ રહી જશે.

મમરાનો ચેવડો બનાવવાની સામગ્રી

1. મમરા
2. રાઇ
3. જીરું
4. તેલ
5. લાલ મરચું
6. સિંગદાણા
7. સ્વાદાનુંસાર મીઠું
8. હળદર
9. દળેલી ખાંડ
10. સંચળ
11. શેકેલી ચણાની દાળ
12. આમચુર પાઉડર
13. ઝીણી સમારેલી ડુંગળી
14. લીંબુ
15. ઝીણાં સમારેલા ટામેટા

મમરાનો ચેવડો બનાવવાની રીત

1. મમરાનો ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો અને એમાં કોરા મમરાને શેકી લો. આમ કરવાથી ચેવડાનો ટેસ્ટ સારો આવે છે. બે મિનીટ સુધી તમારે મમરાને શેકવાના છે.

- text

2. ત્યારબાદ એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.

3. તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ, જીરું અને હિંગ નાંખો.

4. હવે સિંગદાણા. શેકેલી ચણાની દાળ નાંખો. જો તમે ઇચ્છો છો તો આમાં સૂકું ટોપરું પણ નાંખી શકો છો.

5. પછી આમાં મમરા નાંખો અને બરાબર મિક્સ કરી લો.

6. મમરા મિક્સ કર્યા પછી એમાં લાલ મરચું, મીઠું, સંચળ, દળેલી ખાંડ અને આમચુર પાઉડર નાંખીને મિક્સ કરી લો. આમચુર પાઉડર તમારે અવશ્ય નાંખવાનો છે જેથી કરીને મમરાનો સ્વાદ સારો આવે.

તો તૈયાર છે વઘારેલા મમરા. આ મમરાને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

હવે આ મમરાના ચેવડામાં તમે પહેલા ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા એડ કરો.

ત્યારબાદ ઉપરથી લીંબુનો રસ નાંખીને બરાબર મિક્સ કરી લો.

હવે માણો આ મમરાના ચેવડાની મજા.

- text