સૌરાષ્ટ્ર યુનિ.ના બી.કોમ. સેમ-1ના રિઝલ્ટમાં આર. ઓ. પટેલ મહિલા કોલેજનો ડંકો

- text


Accounting વિષયમાં 2 વિદ્યાર્થીનીઓએ 100 માંથી 100 માર્ક મેળવ્યા

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં જાહેર કરાયેલ બી.કોમ. સેમેસ્ટર 1ના પરિણામમાં આર.ઓ. પટેલ મહિલા કોલેજની Accounting વિષયમાં 2 વિદ્યાર્થીનીઓએ 100 માંથી 100 માર્ક મેળવ્યા છે.તેમજ કુલ 252 વિધાર્થિનીઓમાંથી 181 વિધાર્થિનીઓ એટલે કે 72% વિદ્યાર્થીનીઓએ ફર્સ્ટ ક્લાસ પરિણામ મેળવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 1 (ન્યુ કોર્ષ – 2019) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજનું 83% જેટલું રીઝલ્ટ મેળવીને યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે.

કોલેજમાં પ્રથમ નંબરે રાઠોડ હેમાદ્રીબા કુંદનસિંહ 652/800,બીજા નંબરે કાસુન્દ્રા ધ્રુવીબેન પ્રભુલાલ 637/80‌0,ત્રીજા નંબરે આદ્રોજા આયુષીબેન દિનેશભાઈ 635/800,ચોથા નંબરે વ્યાસ હેત્વીબેન રાજેશભાઈ 628/800,પાંચમા નંબરે ગોહેલ પ્રિયાબેન પરેશભાઈ 627/800માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે.

તદુપરાંત Accounting વિષયમાં 2 વિદ્યાર્થીનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી અને 30 વિધાર્થિનીઓએ Accounting વિષયમાં 100 માંથી 90 કે તેથી વધુ માર્ક મેળવ્યા હતાં. સાથોસાથ Financial Accounting વિષયમાં 14 વિધાર્થિનીઓએ 100 માંથી 90 માર્ક કે તેથી વધુ મેળવી જે તે વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

- text

કુલ 252 વિધાર્થિનીઓમાંથી 181 વિધાર્થિનીઓ એટલે કે 72% વિદ્યાર્થીનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે.શિક્ષણનું માર્કેટિંગ નહીં પણ શિક્ષણનું જતન આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને અભ્યાસ માટેની નવીનત્તમ પદ્ધતિઓની પહેલ કરવામાં કોલેજનો ટિચિગ સ્ટાફ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.

સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text