મોરબી તાલુકામાં મોટર સાયકલ ચોરીના ગુનાનો આરોપી લાજપોર જેલ હવાલે

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકા વિસ્તારમાં ચોરીના ગુન્હા આચરતા ઇસમને પાસા તળે અટકાયત કરી લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોટની બજવણી કરવા સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમ અન્વયે મુકેશભાઇ ધુડાભાઇ ડાભી (ઉ.વ. 23, રહે. નવાગામ, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) મોટર સાયકલ ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ હોય. જેને આજરોજ તા. 30ના પાસા એકટ હેઠળ અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

- text