જુના ઘાંટીલાના પક્ષીપ્રેમીએ દીકરીના જન્મદિવસ નિમિત્તે પક્ષીઘર-પાણીના કુંડા વિતરણ કર્યા

- text


મોરબી : જુના ઘાંટીલાના પક્ષીપ્રેમીએ પોતાની દીકરીના જન્મદિવસ નિમિતે પક્ષીઘર,પાણીના કુંડા અને ચણના બાઊલનું ગામમાં વિતરણ કર્યું હતું.

આજ રોજ તા.30ને શનિવારે વિજયભાઈ દેત્રોજાની દીકરી પુર્વાના જન્મદિવસ નિમિત્તે જુના ઘાંટીલા ગામે જન્મદિવસની ઉજવણી અર્થે પયૉવરણ તેમજ પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાએ પક્ષીઘર,પાણીના કુંડા ચણના બાઊલનું વિતરણ કરી અનોખી પહેલ કરી હતી.તે સમયે ઉપસ્થિત જુના ઘાંટીલાના સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા,જીલ્લા સદસ્ય મહેશભાઈ પારેજીયા તથા યુથ કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાની ઉપસ્થિતિમાં ગામમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text