મોરબી એલ.ઈ.કોલેજ ખાતે કર્મચારીનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી એલ.ઈ.કોલેજ ખાતે કર્મચારીની વય મર્યાદા પૂર્ણ થતા તેમનો નિવૃતિ વિદાય – સન્માન સમારોહ યોજાયો હતો.તેઓને વિદાય આપતા ઘણા બધાની આંખો હર્ષના આંસુથી છલકાયી હતી.

મોરબી એલ.ઈ.કોલેજ ખાતે કર્મચારી બાબુભાઈ દાનાભાઇ જીલરિયાનો નિવૃતિ વિદાય – સન્માન સમારોહ આજે યોજાયો હતો.પોતાની ફરજ પ્રત્યે પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા બાબુભાઇ દાનાભાઇ જીલરીયા વય મર્યાદાના લીધે આજે નિવૃત થયા છે.ત્યારે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ,પ્રોફેસરો અને અન્ય અધિકારીઓ તથા કમૅચારીગણ હાજર રહ્યા હતા અને બાબુભાઇ દાનાભાઇ જીલરીયાએ પ્રમાણિકતા સાથે સર્વિસ કરેલ હોય તેને અભિનંદન પાઠવ્યા હતા.તેઓને વિદાય આપતા ઘણા બધાની આંખો હર્ષના આંસુથી છલકાયા હતા.

- text

- text