આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલીને હરાવી મોરબી સેમી ફાઇનલમાં પહોંચ્યું

- text


મોરબી : અમદાવાદ ખાતે રમાઈ રહેલી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી ક્રિકેટ ટિમને હરાવી મોરબી ક્રિકેટ ટિમ સેમી ફાઇનલમાં પહોંચી છે.અમરેલી ક્રિકેટ ટિમે 36 રન બનાવ્યાં હતા.જયારે મોરબી ક્રિકેટ ટિમે 141 રન બનાવી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.અમદાવાદ ખાતે રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેમિફાઇનલમાં રમાશે.

અમદાવાદ ખાતે રમાઈ રહેલી 30 બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેનતમાં અમરેલીએ પ્રથમ ટોસ જીતી બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 136 રન બનાવ્યાં હતા.જેની સામે મોરબી જીલ્લા પંચાયત 18 ઓવરમાં 141 રન બનાવી વિજય મેળવ્યો હતો.જેમાં પ્રશાંત દલસાણીયા 60 રન,રાહુલ બળાઈના 51 રન અને 2 વિકેટ ઝડપીને સયુંકત મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવેલ હતો.કેપ્ટન લલિત ગોહેલની આગેવાનીમાં રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે સેમિફાઇનલમાં રમાશે.તેમ ટીમ મેનેજર દિનેશભાઇ હૂંબલ અને કોચ તુષાર બોપલિયાની યાદી જણાવે છે.

- text

- text