હળવદ કેનાલમાંથી હાથ બનાવટની બિનવારસુ પિસ્તોલ મળી

- text


પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

હળવદ : હળવદ જીઆઇડીસી પાછળથી પસાર થતી ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાથી બિનવારસુ સ્થિતિમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં હળવદ જીઆઇડીસી પાછળથી પસાર થતી ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા કેનાલમાંથી અનેક રહસ્યો બહાર આવી રહ્યા છે તેવામાં સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કેનાલમાં હથિયાર પડ્યું હોવાની જાણ પોલીસને કરવામાં આવતા હળવદ પીએસઆઇ આર.બી.ટાપરીયા અને પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ કેનાલ ખાતે દોડી ગયો હતો.

વધુમાં કેનાલમાથી પોલીસે હથિયાર કબ્જે લેતા આ હથિયાર દેશી બનાવટની પિસ્તોલ હોવાનું જણાતા પોલીસે રૂપિયા 5000ની કિંમતની હાથ બનાવટની પિસ્તોલ કબ્જે કરી કેનાલમાં હથિયાર ફેંકી જનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અન્વયે ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

- text