પેપરલીક મામલે લડત ચલાવનાર યુવા નેતાને જેલમાંથી મુક્ત કરવા આવેદન

- text


રાજપૂત કરણી સેના અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કલેક્ટરને રજુઆત

મોરબી : પેપર લીક કૌભાંડ મામલે લડત ચલાવનાર યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ખોટા કેસ કરી જેલ કરવામાં આવી છે.આથી તેમને જેલમાંથી મુક્ત કરવા રાજપૂત કરણી સેના,રાજપૂત સમાજ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આગેવાનો સહિત રાજપૂત સમાજના આજુબાજુના ગામના સરપંચો દ્વારા મોરબી કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબી ખાતે રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા શહેર તાલુકા ટીમ તેમજ મોરબી રાજપૂત સમાજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા મોરબી કલેક્ટરને યુવરાજસિંહ જાડેજા ઉપર ખોટા કેસ તેમજ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તેથી તેમને જેલમાંથી મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં રાજપૂત કરણીસેનાના હોદેદારો તેમજ મોરબી રાજપૂત સમાજના આગેવાનો,વડીલો,ભાઈઓ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આગેવાનો અને રાજપૂત સમાજના આજુબાજુના ગામના સરપંચો પણ હાજર રહી એકતા રૂપી તાકાતની અનુભૂતિ કરાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text