દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાંથી મુકેશ અંબાણી આઉટ, ગૌતમ અદાણી ઈન

- text


બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં નવમા સ્થાને પહોંચી ગયા છે. જયારે દુનિયાના ટોપ 10 અમીરોની આ યાદીમાંથી મુકેશ અંબાણી બહાર થઈ ગયા છે. ત્યારે મુકેશ અંબાણીને મોટો ઝટકો લાગ્યો છે. આ સાથે ગૌતમ અદાણીએ જબરદસ્ત છલાંગ લગાવીને વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે.

મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના ટોચના ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણી આ વખતે ટોચના અમીરોની યાદીમાં 11માં નંબરે આવી ગયા છે. આમ, તેઓ ટોપ 10માંથી બહાર થઇ ગયા છે.

અદાણીની સંપત્તિમાં જોરદાર વધારો

- text

દેશના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં તેમની કુલ સંપત્તિમાં 8 બિલિયન ડોલર એટલે કે લગભગ 60 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે તેમજ અમેરિકાના લેરી એલિસનને પણ પાછળ છોડી દીધા છે. આથી, અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ કારણે અદાણીની નેટવર્થમાં માત્ર એક જ દિવસમાં 3.26 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ પહેલા પણ એક જ દિવસમાં તેની નેટવર્થમાં $4.69 બિલિયનનો બમ્પર વધારો થયો હતો. અને આ વર્ષે તેમની નેટવર્થમાં $31.5 બિલિયનનો વધારો થયો છે.

- text