મોરબી બાગાયત ખાતા દ્વારા બહેનો માટે ફળ શાકભાજી ઉછેર તાલીમનું આયોજન

- text


મોરબી : સરકારના બાગાયત ખાતા દ્વારા બહેનો માટે બાગાયત પાકોના મુલ્યવર્ધન અંગેની વિવિધ ફળોનાં જામ,જેલી,અથાણા તેમજ શરબત અને ઘર આંગણાની ખાલી જગ્યામાં ફળ શાકભાજીનાં ઉછેરની તાલીમ ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનોમાં બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ યોજાશે.

આ તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન રૂ.૨૫૦ સ્ટાઇપેન્ડ તરીકે સરકારના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે.તાલીમ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ http://www.ikhedut.gujarat.gov.in પર તા.૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં અરજી કરી અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન,લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦),મોરબીના સરનામે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text

- text