હળવદ નર્મદા કેનાલમાં અનેક માછલીઓના મોત

- text


કેનાલ બંધ થતા ગરમી અને તાપના કારણે માછલીઓના મોત થયાનું અનુમાન

હળવદ : હળવદની જીઆઇડીસી પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં હજારો માછલીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નર્મદા કેનાલ બંધ થઈ ગઈ હોય અને હાલ ગરમીનો પારો ઊંચકાયો હોય જેના કારણે પણ માછલીઓના મોત થયા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

હળવદ માંથી પસાર થતી નર્મદા કેનાલો બંધ કરવામાં આવી છે તેવામાં હળવદ શહેરના જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પણ બંધ થતાં કેનાલમાં હજારો માછલીઓના મોત થયા છે. જો કે જાણકાર લોકો કહી રહ્યા છે કે કેનાલમાં પાણી બંધ થવાને કારણે હાલ જે કેનાલમાં પાણી બચ્યું છે એટલા પાણીમાં માછલીઓ રહી ન શકે સાથે જ હાલમાં ગરમીનો પારો પણ ઊચકાયો છે જેથી તાપ અને ગરમીના કારણે પણ આ માછલીઓના મોત થયા હોઈ શકે છે.

- text

બીજી તરફ અનેક માછલીઓના મોતથી કેનાલ કાઠે ખેતી કરતા ખેડૂતો પણ માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ થી પરેશાન થયા છે અને માછલીઓના ટપોટપ મોતથી જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી પ્રસરી છે.

- text