42 ડીગ્રી ધોમધખતા તાપથી મોરબી અગનભઠ્ઠીમાં શેકાયું

- text


આગ ઝરતી લુથી જનજીવન આકુળ-વ્યાકુળ, ગરમીથી બચવા જનજીવન ઠંડા પીણાંના સહારે

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ સૂરજ દાદા કોપાયમાન થતા આકરો તાપ પડવા લાગ્યો છે. તેથી 42 ડીગ્રી ધોમધખતા તાપથી મોરબી અગનભઠ્ઠીમાં શેકાયું છે. આગ ઝરતી લુથી જનજીવન આકુળ-વ્યાકુળ થઈ ગયું છે અને કાળઝાળ ગરમીથી બચવા જનજીવન ઠંડાપીણાંના સહારે આવી ગયું છે.

સામાન્ય રીતે એપ્રિલના મધ્યાહ્નને સૂરજ દાદા કોપાયમાન થઈને અગનવર્ષા વરસાવતા હોય છે. પણ આ વખતે તો ફ્રેબ્રુઆરીના અંતથી જ ગરમીએ એવો વેગ પકડ્યો કે માર્ચ માસ પૂરો થયો તે પહેલાં જ 42 ડ્રિગી તાપ પડવા લાગ્યો છે. ઉનાળાની શરૂઆતથી જ આવી કાળઝાળ ગરમીની લહેર શરૂ થઈ જતા મોરબીવાસીઓ અકળાઈ ઉઠ્યા છે. હાલ બપોરે ધોમધખતા તાપ વચ્ચે સતત ગરમ લુ પડે છે. પંખા પણ જાણે ગરમ લુ ફેકતા હોય એમ ઘરમાં સતત બફારો થવાથી જનજીવન ભારે ત્રસ્ત થઈ ગયું છે. ગરમ લુ ને કારણે બપોરના સમયે લોકો કામ સિવાય ઘરની બહાર પગ મુકતા જ નથી. આથી મુખ્યમાર્ગો અને બજારો બપોરે સુમસામ ભાસે છે. જ્યારે સાંજ પડે ત્યારે લોકો હવા ખાવા બહાર નીકળે છે. હાલ ગરમીથી બચવા લોકો લીબુ પાણી, વરીયાળી શરબત, રસગોલા, આઈસ્ક્રીમ, શેરડીનો રસ સહિતના ઠંડા પીણાનું સેવન કરે છે.

લૂ લાગવાના લક્ષણો

માથું દુખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું , શરીર માંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા , ચક્કર આવવા, બેભાન થઇ જવું વગેરે લૂ લાગવામાં લક્ષણો છે

- text

ગરમીથી બચવા આટલું કરીયે

આગામી સપ્તાહમાં મોરબી જિલ્લામાં પણ હજુ ગરમી વધવાની શક્યતાઓ છે આથી તંત્ર દ્વારા લોકોને પુસ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી તથા લીંબુ સરબત જેવા પીણાં પીવા, હળવા અને ઠંડા રંગના ઢીલા અને સુતરાવ કપડાં પહેરવા, તળકામાં માં બહાર જતી વખતે ટોપી, ચશ્માં પહેરવા અને કામ સિવાય તળકામાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે

- text