સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયાની કુમાર-કન્યા શાળાઓને કમ્પ્યુટર્સ અર્પણ

- text


માળીયા (મી.) : સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયા કુમાર શાળા તથા વવાણીયા કન્યા શાળામાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન મેળવે એ હેતુથી કમ્પ્યુટર લેબ માટે 2-2 કમ્પ્યુટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવ્યા હતા.આ બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

આજ રોજ ” શુભ રીઆલીટી (સાઉથ પ્રાઇવેટ લિમિટેડ) ” સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયા કુમાર શાળા તથા વવાણીયા કન્યા શાળામાં કમ્પ્યુટર લેબ માટે 2-2 કમ્પ્યુટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવ્યા હતા.આ તકે વવાણીયા ગામના સરપંચ રાજાભાઈ તથા ગામના આગેવાન મેઘુભા પરમાર ઉપસ્થિત રહ્યા હતા.આજના ટેક્નોલોજીના યુગમાં બાળકોને કમ્પ્યુટરનું જ્ઞાન મેળવે એવા ઉમદા હેતુથી ભેટ આપવામાં આવ્યા હતા.શાળા પરિવાર દ્વારા ” સુજલોન ફાઉન્ડેશન ” અને તેમની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text