જો મેકર્સ આ બે શરતો પૂરી કરી દે તો દયા ભાભીની એન્ટ્રી પાકી!

- text


સિરિયલના મેકર્સને પણ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી

મોરબી : કોમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008થી દર્શકોનું મનોરંજન કરી રહી છે. છેલ્લા ઘણાં સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાંથી દયાનું પાત્ર ભજવતી દિશા વાકાણી સિરિયલથી દૂર છે. પતિની શરતોના કારણે સિરિયલમાં દિશા વાકાણીની વાપસી અટકી પડી છે. અને સિરિયલના મેકર્સને પણ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી. ત્યારે જાણો.. દયા ભાભી કઈ શરતો સાથે કરી શકે છે સિરિયલમાં એન્ટ્રી?

ટેલિવિઝન અભિનેત્રી દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલનું લોકપ્રિય નામ છે પરંતુ તે વર્ષ 2017 થી આ સિરિયલનો ભાગ નથી. મજાની વાત એ છે કે આટલા વર્ષોમાં આ સિરિયલના મેકર્સને પણ દિશાનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી. ત્યારે નિર્માતાઓ દિશાને સીરિયલમાં પાછા લાવવા માટે સમયાંતરે પ્રયાસો કરી રહ્યા છે. જો કે દિશા વાકાણી આ સીરિયલમાં વાપસી કરી શકે છે, પરંતુ તેના બદલામાં મેકર્સે દિશાની કેટલીક શરતો સ્વીકારવી પડશે.

- text

દિશાના પતિની પહેલી શરત એ છે કે અભિનેત્રી દિવસમાં માત્ર 3-4 કલાક જ કામ કરશે અને તેના બદલામાં તેને પ્રતિ એપિસોડ માટે 1.5 લાખ રૂપિયાની ચૂકવવા પડશે. એટલું જ નહીં, બીજી શરત એ છે કે સેટ પર દિશાના બાળક માટે એક ખાસ જગ્યા હોવી જોઈએ જ્યાં તે તેની આયાની દેખરેખમાં રહી શકે. જોકે હવે મેકર્સ શું નિર્ણય લે છે તે આવનારો સમય જ કહેશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણીના પતિએ આ શરતો સીરિયલના મેકર્સ સાથે શેર કરી છે અને જોવાનું એ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ આ શરતો સાથે સહમત થાય છે કે નહીં.

- text