હળવદમાં મીની સંચાલિત ઘોડીપાસા ક્લબ ઝડપાઇ

- text


હળવદ પોલીસે બજરિયો, પકો સહિતના ૬ જુગારીઓને રૂપિયા ૧૫૦૦૦ની રોકડ સાથે ઝડપી લીધા

હળવદ : હળવદ શહેરના વોર્ડ નંબર-૭માં આવેલ ભવાનીનગર વિસ્તારમાં ચાલતી મીની નામના વ્યકિત સંચાલિત ઘોડીપાસાની જુગાર ક્લ્બ ઉપર હળવદ પોલીસ ત્રાટકી હતી. પોલીસે જુગારના પટ્ટમાંથી ૬ જુગારીઓને રૂપિયા 15,200ની રોકડ સાથે ઝડપી લઇ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના હળવદ પોલીસ મથકના પીઆઈ ના માર્ગદર્શન હેઠળ દેવેન્દ્રસિંહ ઝાલા,બીપીન ભાઈ પરમાર,વિપુલભાઈ, લીંબાભાઇ રબારી સહિતના પોલીસ જવાનો દ્વારા શહેરના ભવાની નગર વિસ્તારમાં ગોગજી ઉર્ફે મીની નામનો શખ્સ જુગારધામ ચલાવતા હોવાની બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે ઘોડીપાસા ક્લબમાંથી જુગાર રમતાં ગગજીભાઈ ઉર્ફે ગીની પ્રજાપતિ, પ્રકાશગીરી ઉર્ફે પકો ગોસાઈ, અલ્તાફ મુસાભાઇ સંધિ, બજરીયો ઉર્ફે વિનાભાઈ જખાણીયા રહે બધા ભવાની નગર તેમજ ધર્મેશ ઉર્ફે અટલ પ્રદીપભાઈ જોશી રહે વોરાવાડ હળવદને રૂપિયા 15200ની રોકડ સાથે ઝડપી લઇ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

- text