લજાઈ ચોકડી નજીક બિયરના 20 ડબલા સાથે ટંકારાનો યુવાન ઝડપાયો

- text


મોરબીના શખ્સ પાસેથી બિયરના ડબલા મેળવ્યાની કબૂલાત આપતા બે વિરુદ્ધ ગુન્હો

ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે લજાઈ ચોકડી નજીક વોચ ગોઠવી એક્સેસ મોટર સાયકલ ઉપર બિયરના 20 ડબલા લઈને નીકળેલા ટંકારાના શખ્સને ઝડપી લઈ બિયરનો આ જથ્થો મોરબીના શખ્સ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ટંકારા પોલીસે લજાઈ ચોકડી નજીક વોચ ગોઠવી એક્સેસ મોટર સાયકલ ઉપર બિયરના 20 ડબલા લઈને નીકળેલા વસીમ ઉર્ફે ભાણો અજીતભાઇ સાંઝી રહે- ટંકારા સરકારી હોસ્પીટલ પાસે તા- ટંકારા વાળાને ઝડપી લીધો હતો.

- text

વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા વસીમ ઉર્ફે ભાણાએ બિયરના ડબલા મોરબીના દિપક બુધ્ધદેવ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બિયરના ડબલા કિંમત રૂપિયા 2000 અને 50 હજારનું એક્સેસ ગણી કુલ રૂપિયા 52 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી મોરબીના દીપક બુદ્ધદેવને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text