ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત

- text


કેન્દ્રીય મંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી ભાવવધારો પરત ખેંચવા માંગ

ટંકારા : રાસાયણિક ખાતરમાં કંપનીઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે ટંકારા શહેર- ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખાતરનો આ ભાવ વધારે તાત્કાલિક પરત ખેંચી લેવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરવામાં આવી છે. સાથે જ આ અંગેની રજૂઆત રાજ્યના કૃષિ મંત્રી અને રાજકોટના સાંસદ મોહન કુંડારિયાને પણ રજૂઆત કરાઈ છે.

- text

ડીએપી અને એનપીકે ખાતરમાં વધેલા ભાવ વધારા મુદ્દે ટંકારા શહેર- ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને લેખિત રજૂઆત કરાઈ છે. લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, ડીએપી ખાતરમાં 150 રૂપિયા અને એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો જે ભાવ વધારો કરાયો છે તે ખેડૂતોને બોજ સમાન છે. ખેડૂતોને આર્થિક રીતે નુકસાન વેઠવું પડે છે અને હાલ પરિસ્થિતિ એવી છે કે જમીનમાં રાસાયણિક ખાતર વિના ઉત્પાદન ઘણું ઓછું આવતું હોય છે. જેના કારણે રાસાયણિક ખાતર ફરજિયાત ખેડૂતોને ઉપયોગમાં લેવું પડે છે જેથી આ ભાવ વધારાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય અને ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી લાગણી સાથે ખેડૂત સમાજની માંગણી છે.

- text